યશાયા
પ્રકરણ 20
1 જે વર્ષમાં આશ્શૂરના રાજા સાગોર્ને મોકલેલા સેનાધિપતિએ આશ્દોહ ઉપર ચઢાઇ કરીને તેણે અને જીતી લીધું.
2 તે સમયે જ યહોવાએ આમોસના પુત્ર યશાયાને કહ્યું હતું, “જા તેં પહેરેલા શોકના વસ્રો ઉતારી નાખ અને તારા પગમાંથી જોડા ઉતારી નાખ.” અને તેણે એ પ્રમાણે કર્યુ હતું, અને તે નવસ્ત્રો તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.
3 પછી આશ્દોદ જીતાયું ત્યારે યહોવાએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ પર્યંત મિસર અને કૂશની જે હાલત થવાની છે તેની એંધાણીરૂંપે વસ્ત્ર વિના ફર્યો છે.
4 તે જ રીતે આશ્શૂરનો રાજા મિસરના અને કૂશના કેદીઓને, જુવાનોને, તેમજ વૃદ્ધોને નવસ્રા અને ઉઘાડા પગે, નગ્નાવસ્થામાં હાંકીને લઇ જશે, જેનાથી મિસરને શરમાવું પડશે.
5 જેમણે જેમણે કૂશ અને મિસર ઉપર મદાર બાંધી બડાશ હાંકી હશે, તેઓ ભોંઠા પડશે અને લજવાશે.”
6 અને તે દિવસે આ કાંઠાનો રહેવાસી કહેશે કે, “જુઓ, આપણું આશાસ્પદ, જ્યાં આશ્શૂરના રાજાના હાથમાંથી બચવા માટે આપણે જેની મદદ લેવા દોડી ગયા હતા, તેના આ હાલ થયા! તો આપણે હવે કેવી રીતે બચીશું?”