1 શમુએલ
પ્રકરણ 9
1 બિન્યામીનના કુળમાં કીશ નામનો એક માંણસ હતો. તે બહુ શૂરવીર હતો. કીશ બિન્યામીની અફીઆહના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર અબીએલનો પુત્ર થતો હતો.
2 તેને શાઉલ નામનો એક પુત્ર હતો. તે યુવાન અને રૂપાળો હતો. ઇસ્રાએલીઓમાં તેના કરતાં વધારે રૂપાળું કોઈ ન હતું અને બીજા કરતાં તે એક વેંત વધું ઊંચો હતો.
3 એક વખત શાઉલના પિતા કીશનાં કેટલાંક ગધેડાં ખોવાઈ ગયાં, તેથી કીશે શાઉલને કહ્યુ, “એક ચાકરને સાથે લઈને ગધેડાઓને શોધવા જા.”
4 તેઓ એફાઈમનાં ડુંગરાળ પ્રદેશમાં અને શાલીશામાં ગયા, તેઓને ગધેડાઓ મળ્યા નહિ. તેઓ શાઅલીમ ગયા, પણ તે ન મળ્યા. તેઓએ બિન્યામીનના પ્રદેશમાં મુસાફરી કરી, પરંતુ ત્યાં પણ તે ન મળ્યા.
5 છેવટે તેઓ સૂફ પ્રદેશમાં પ્રવેશ થયા, ત્યારે શાઉલે પોતાની સાથેના ચાકરને કહ્યું, “ચાલ, હવે આપણે પાછા જઈએ, નહિ તો માંરા પિતા ગધેડાંની ચિંતા કરવાનું છોડીને આપણી ચિંતા કરવા લાગશે.”
6 તેથી ચાકરે જવાબ આપ્યો, “આ, શહેરમાં એક દેવનો માંણસ રહે છે. તેનું માંન ઘણું છે. તે જે કાંઈં કહે છે તે સાચું પડે છે. તો આપણે તેની પાસે જવું જોઈએ, કદાચ એ આપણને કહે કે આપણે કયા માંગેર્ જવું.”
7 ત્યારે શાઉલે પોતાના ચાકરને કહ્યું, “ધારો કે આપણે જઈએ તો તેની આગળ ભેટ આપવા શું લઈએ? આપણી થેલીમાં કંઈ ખાવાનું તો રહ્યું નથી, એ દેવના માંણસને ભેટ ધરવા આપણી પાસે તો કશું જ નથી, આપણે તેને આપીશું શું?”
8 તેથી ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો કે, “જો, માંરી પાસે પા શેકેલ ચાંદી છે; તે હું એ દેવના માંણસને આપીશ કે, તે આપણને આપણો માંર્ગ બતાવે.”
9 ભૂતકાળમાં ઇસ્રાએલના લોકો પ્રબોધકને દેવ પાસેથી કઇ જાણવું હોય તો તેઓ કહેતા, “ચાલો આપણે દૃષ્ટા પાસે જઇએ.”
10 શાઉલ સંમત થયો, “ઠીક આપણે પ્રયત્ન કરી જોઈએ!”
11 તેઓ નગરમાં જવા ટેકરો ચઢતા હતા, ત્યારે પાણી ભરવા જતી કેટલીક યુવાન કન્યાઓ તેઓને સામે મળી. તેઓએ તેમને પૂછયું, “શું દૃષ્ટા નગરમાં છે?”
12 કન્યાઓએ કહ્યું, “હાજી, આ જ માંગેર્ આગળ વધો, મળશે. વહેલા જાઓ. તે હમણાં જ શહેરમાં આવ્યા છે, કેમ કે આજે ટેકરી ઉપરનાં મંદિરમાં લોકોએ ઉપાસના અને શાંત્યર્પણ રાખ્યાં છે.
13 તમે શહેરમાં દાખલ થશો કે તરત જ ટેકરી પર જમવાં જતાં પહેલાં તમે તેમને મળશો. એના આવ્યા પહેલાં લોકો જમશે નહિ, એ યજ્ઞને આશીર્વાદ આપે ત્યાર પછી જ મહેમાંનો જમશે. તમે હમણા જ ઉપર જાઓ એટલે તરત જ તેઓ તમને મળશે.”
14 તેઓ નગરમાં ગયા અને દરવાજાની અંદર પ્રવેશ્યા તે જ સમયે તેમણે શમુએલને ઉપાસના સ્થાન તરફ આવતા જોયો.
15 શાઉલ આવ્યો તેને આગલે દિવસે યહોવાએ શમુએલને કહ્યું હતું,
16 “આવતી કાલે આ સમયે હું બિન્યામીનના પ્રદેશમાંથી એક વ્યકિતને હું તારી પાસે મોકલીશ. તેનો તું ઇસ્રાએલી લોકોના રાજા તરીકે અભિષેક કરજે, અને તે ઇસ્રાએલના લોકોને પલિસ્તીઓંથી બચાવશે. કેમકે મેં માંરા લોકોનું દુ:ખ જોયું છે, અને તેમની ફરિયાદ સાંભળી છે.”
17 જયારે શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, “મેં તને જે માંણસની વાત કરી હતી તે જ આ છે, એ માંણસ માંરા લોકો ઉપર શાસન કરશે.”
18 એ જ વખતે શાઉલ શમુએલ પાસે ગયો અને કહ્યુું, “કૃપા કરીને મને કહેશો, દૃષ્ટાનું ઘર કયાં છે?”
19 શમુએલે જવાબ આપ્યો, “હું જ દૃષ્ટા છું! માંરી આગળ તું ટેકરા પરના મંદિરે પહોંચી જા. આજે તમાંરે માંરી સાથે જમવાનું છે. તારા મનમાં જે પ્રશ્ર્ન છે તેનો ઉત્તર હું તને સવારે આપીશ. અને તને તારે રસ્તે જવા દઈશ.
20 ત્રણ દિવસ પહેલાં જે ગધેડાં ખોવાઈ ગયાં હતાં તે વિષે ચિંતા કરીશ નહિ, તે મળી ગયા છે. પણ બધા ઇસ્રાએલીઓ તમાંરી અને તમાંરા કુટુંબની ભણી જોઇ રહ્યાં છે.”
21 શાઉલે કહ્યું, “હું બિન્યામીનના વંશનો છું. અમાંરો વંશ તો ઇસ્રાએલીઓમાં સૌથી નાનો છે અને બિન્યામીની પ્રજામાં અમાંરૂ કુટુંબ નાનામાં નાનુ છે. તો તમે આવું કેમ કહો છો?”
22 પછી શમુએલે શાઉલને અને તેના ચાકરને ભોજનખંડમાં લઈ ગયો, અને તેમને મહેમાંનોની આગળ બેસાડ્યા. લગભગ ત્રીસેક મહેમાંનો હતા.
23 શમુએલે રસોઈયાને કહ્યું, “એક ખાસ મહેમાંન માંટે રાખવા મે તને જે માંસનો ઉત્તમ ટુકડો આપ્યો હતો તે લઈ આવ.”
24 આથી રસોઈયાએ અર્પણનો જાંધનો ભાગ લાવીને શાઉલને આપ્યો. શમુએલે કહ્યું, “કૃપા કરીને જમવા માંડ આ ખાસ મેળાવડા પર આ ભાગ મે તારે માંટે રાખી મૂક્યો હતો. આ રીતે શાઉલે અર્પણને શમુએલ સાથે ખાધુ.
25 તેઓ પ્રાર્થના સ્થાનેથી નીચે આવ્યા અને નગરમાં ગયા. શમુએલે શાઉલને રાત્રે ધાબા ઉપર સૂવા માંટે આંમત્રણ આપ્યુ અને તે ત્યાં સૂઇ ગયો.
26 વહેલી પરોઢે શમુએલે શાઉલને ધાબા ઉપર બૂમ પાડી અને કહ્યું, “ઊઠ, હું તને તારે માંગેર્ જવા દઉં છું.” શાઉલ ઊઠયો અને તે અને શમુએલ બંને રસ્તા ઉપર નીકળી પડ્યા.
27 તેઓ શહેરને નાકે આવ્યા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તારા ચાકરને આગળ મોકલી દે.” ચાકર ચાલતો થયો. શમુએલે કહ્યું, “તું થોડી વાર અહીં ઊભો રહે. હું તને દેવનો સંદેશો કહું છું.”