1 શમુએલ
પ્રકરણ 8
1 જયારે શમુએલ વુદ્વ થયો ત્યારે તેણે પોતાના બે પુત્રોને ઇસ્રાએલીઓના ન્યાયાધીશ બનાવ્યા.
2 મોટા પુત્રનું નામ યોએલ હતું, અને નાનાનું નામ અબિયા હતું; તેઓ બેર-શેબામાં ન્યાયાધીશ હતા.
3 પરંતુ તેઓ તેમના પિતા જેવી રીતે રહેતા હતા તેવી રીતે ન રહ્યાં. તેઓ પૈસાના લોભી હતા. તેઓ લાંચ-રૂશ્વત લેતા અને ન્યાય આપવામાં તેઓ પક્ષપાત કરતા હતા.
4 તેથી ઇસ્રાએલના સર્વ વડીલો ભેગા મળીને ‘રામાં’માં શમુએલની પાસે આવ્યા;
5 તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમે હવે વૃદ્વ થયા છો, અને તમાંરા પુત્રો તમાંરે પગલે ચાલતા નથી, માંટે જેમ બીજી પ્રજાઓમાં છે તેમ અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજાની નિમણૂક કરો.”
6 પણ, અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા આપો. એવી તેમણે વિનંતી કરી, એથી શમુએલ નારાજ થયો, અને તેણે યહોવાને પ્રાર્થના કરી.
7 યહોવાએ શમુએલને કહ્યું, “લોકો જે કાંઈ કહે તે પ્રમાંણે કરો. કારણ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માંટે મને નકાર્યો છે.
8 મેં જ્યારથી તેમનો મિસરમાંથી બહાર કાઢયાં છે. તે સમયથી તેઓ તે જ કામ કરી રહ્યાં છે, જે તેઓ કરતાં આવ્યાં છે. તેઓએ માંરો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની પૂજા કરી છે. અને હવે તારી સાથે પણ તેઓ આ જ કરી રહ્યાં છે.
9 તો પછી એ લોકો કહે તેમ કર, પણ એમને સ્પષ્ટ ચેતવણી આપજે અને સમજ પાડજે કે, એમના ઉપર રાજ્ય કરનાર રાજાનો વ્યવહાર કેવો હશે.”
10 યહોવાએ જે કાંઈ કહ્યું તે સર્વ શમુએલે જે લોકો રાજાની માંગણી કરતા હતા તેમને કહી સંભળાવ્યું.
11 શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.
12 “તેમાંનાં કેટલાક એક હજારની ટૂકડીના સરદાર બનશે અને બીજા પચાસ માંણસોની સેનાની ટૂકડીના સરદાર બનશે. તે તેઓની પાસે તેના ખેતરમાં કામ કરાવશે અને પાક લણાવશે. તે બળજબરીથી તેમની પાસે તેના સૈન્ય માંટે યુદ્ધના શસ્રો અને રથનાં સાધનો તૈયાર કરાવશે.
13 “અને તે તમાંરી પુત્રીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો બનાવશે.
14 “વળી તે તમાંરાં ખેતરો, તમાંરી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનના બગીચા લઈ લેશે અને પોતાના અધિકારીઓને જે જે ઉત્તમ હશે તે લઈને આપશે.
15 તે તમાંરા અનાજનો અને દ્રાક્ષનો દસમો ભાગ લેશે અને પોતાના દરબારીઓને અને અમલદારોને આપી દેશે.
16 “તે તમાંરાં સારામાં સારાં નોકરો અને નોકરડીઓને ઢોરોને અને ગધેડાઓને કબજે લેશે અને પોતાને કામે લગાડશે.
17 તે તમાંરાં ઘેટાં-બકરાંનો દશમો ભાગ લેશે.“અને તમને તેના ગુલામ બનાવી દેશે.
18 તે દિવસે તમે તમાંરા પસંદ કરેલા રાજાને કારણે તેમની વિરુદ્ધ પોકાર કરશો, પણ તે વખતે યહોવા તમાંરું સાંભળશે નહિ.”
19 એમ છતાં લોકોએ શમુએલને સાંભળવાની ના પાડી, તેમણે કહ્યું, “ના, અમાંરે તો રાજા જોઈએ જ,
20 આથી અમે પણ અન્ય પ્રજાઓ જેવા થઈએ; અને અમાંરા રાજા અમાંરા ઉપર રાજય કરે અને આગળ રહી અમાંરાં યુદ્ધો લડે.”
21 આથી શમુએલે લોકોનું કહેવું સાંભળી લીધું. પછી તેણે યહોવાને લોકોના શબ્દો કહી સંભળાવ્યા. ત્યારે યહોવાએ શમુએલને કહ્યું,
22 “યહોવાએ કહ્યું કે લોકો કહે તે પ્રમાંણે કરો એમને એક રાજા આપો .”પછી શમુએલે ઇસ્રાએલીઓને કહ્યું; તમને એક નવો રાજા મળશે તમે બધા લોકો નગરમાં જાઓ.