નિર્ગમન
પ્રકરણ 38
1 તેણે 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊચી ચોરસ યજ્ઞ માંટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી.
2 તેના ચાર ખૂણા પર ચાર શિંગ હતાં, તે વેદીના લાકડામાંથી જ બનાવેલાં હતાં. આ વેદી ઉપર કાંસાનું આવરણ ચઢાવવામાં આવ્યું હતું.
3 પછી તેણે વેદીનાં બધાં જ પાત્રો-ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ડોયા, પંજેટી અને સગડીઓ-કાંસાનાં બનાવ્યાં.
4 પછી તેણે વેદીની અંદરના ભાગમાં જયાં અગ્નિ પ્રગટે છે ત્યાં અડધી ઊચાઈએ ટેકા માંટેની ધાર બનાવીને તેના ઉપર કાંસાની જાળી ગોઠવી.
5 આ વેદીની ચાર બાજુઓ માંટે ચાર કડાં બનાવીને કઠેરાના ચાર ખૂણે મૂક્યાં જેથી તેમાં દાંડા ભેરવી શકાય.
6 આ દાંડા બાવળના લાકડાના બનાવીને તેને કાંસાથી મઢી લીધા,
7 પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી.
8 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ભેગી થયેલી સ્ત્રીઓનાં દાન કરેલા કાંસાના દર્પણમાંથી ઢાળીને તેણે હાથ પગ ધોવાની કાંસાની કૂડી અને તેની કાંસાની ઘોડી બનાવ્યાં.
9 પછી તેણે આંગણું બનાવ્યું; તેની દક્ષિણ બાજુના પડદાની ભીંત 100 હાથ લાંબી હતી અને તે ઝીણા કાંતેલા શણના પડદાઓની બનાવેલી હતી.
10 આ પડદાને પકડી રાખવા માંટે 20 થાંભલીઓ અને 20 કૂભીઓ કાંસાની હતી. તથા એ થાંભલીઓના આંકડા અને આડા સળિયા ચાંદીના બનાવેલા હતા.
11 ઉત્તરની બાજુએ 10 0 હાથ લાંબા પડદા હતા અને તેને માંટે કાંસાની 20 થાંભલીઓ અને 20 કૂભીઓ હતી, તથા આંકડા અને સળિયા ચાંદીના હતા.
12 આંગણાની પશ્ચિમ બાજુએ 50 હાથ લાંબા પડદા હતા. તથા 10 થાંભલીઓ અને 10 કૂભીઓ હતી. અને આંકડા અને સળિયા ચાંદીના હતા.
13 આંગણાની પૂર્વ તરફ 50 હાથ લાંબી ભીંત હતી. આંગણનો પ્રવેશદ્વાર આ તરફ હતો.
14 પ્રવેશદ્વારની એક બાજુએ
15 હાથનો પડદો હતો અને તેને થોભવા માંટે ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી. 15 અને આંગણાના પ્રવેશદ્વારની બીજી બાજુએ 15 હાથ લાંબા પડદા હતા, અને તેમને ત્રણ થાંભલીઓ અને ત્રણ કૂભીઓ હતી.
16 ભીતો બનાવવા માંટે વપરાયેલા બધા જ પડદાઓ ઝીણા કાંતેલા શણના બનાવેલા હતા.
17 પ્રત્યેક થાંભલીઓ માંટેની કૂભીઓ કાંસાની હતી અને આંકડા તથા દાંડીઓ ચાંદીના હતાં. થાંભલીઓનો ટોચકા ચાંદીના પતરાથી મઢેલી હતી, આંગણાની બધી થાંભલીઓને ચાદીની દાંડીઓ હતી.
18 આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો.
19 તે ચાર કાંસાની કૂભીઓમાં બેસાડેલી ચાર કાંસાની થાંભલીઓ ઉપર લટકાવેલો હતો. તેના આંકડાઓ અને સળિયાઓ ચાંદીના હતા. થાંભલીઓના મથાળાં ચાંદીથી મઢેલાં હતાં.
20 પવિત્રમંડપ તથા આંગણાના બાંધકામમાં વપરાયેલી બધી ખૂંટીઓ કાંસાની બનાવેલી હતી.
21 પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.
22 યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા બઝાલએલે યહોવાએ મૂસાને જે જે બનાવવાની આજ્ઞા કરી હતી તે બધું બનાવ્યું.
23 તેને મદદ કરનાર દાનના વંશના અહીસામાંખનો પુત્ર આહોલીઆબ કોતરકામ કરનાર, નવી ભાતો બનાવનાર, અને ભૂરા કિરમજી અને લાલ ઊન તેમજ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
24 એ પવિત્રસ્થાનક માંટે યહોવાને સમર્પિત કુલ સોનાનું વજન મંદિરના માંપના ધોરણ મુજબ 2 ટન કરતા વધારે હતું.
25 વસ્તીગણતરીની નોંધણી વખતે લોકો પાસેથી મળેલ ચાદીનું વજન મંદિરના માંપ ધોરણ પ્રમાંણે 3-3/4 ટન કરતા વધારે હતું.
26 વસ્તીગણતરીમાં વીસની અને તેની ઉપરની ઉંમરના 6,03,550 માંણસો નોંધાયેલ હતાં. અને તેમાંના પ્રત્યેક એક બેકા ચાંદીની ખંડણી ભરી હતી (અધીકૃત માંપ વાપરતા એક બેકા એટલે અડધો શેકેલ).
27 પવિત્રસ્થાન માંટેની અને પડદા માંટેની કૂભીઓ બનાવવામાં 3-3/4 ટન ચાંદી વપરાઈ હતી: તેમાંથી 10 કૂભીઓ બનાવી. તેથી દરેક કૂભીમાં 75 પૌંડ ચાંદી હતી.
28 બાકીની 50 પૌંડ ચાંદીમાંથી તેણે થાંભલીઓના આંકડા, તેમનાં મથાળાં અને દાંડીઓ બનાવી.
29 યહોવાને સમર્પિત કુલ કાંસા સાડા છવ્વીસ ટન કરતા વધારે હતું.
30 આ કાંસાનો ઉપયોગ મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂભીઓ, કાંસાની વેદી અને તેની કાંસાની જાળી, વેદીનાં બધાં સાધનો,
31 આંગણા માંટેના પાયા તથા તેના પ્રવેશદ્વાર અને પવિત્રમંડપ અને આંગણાનાં બાંધકામ માંટે વપરાયેલા સર્વ અને ખીલીઓ બનાવવા માંટે થયો હતો.