યર્મિયાનો વિલાપ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

પ્રકરણ 8

1 છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે યહૂદાના આગેવાનો સાથે હું મારે ઘેર બેઠો હતો એવામાં અચાનક મારા માલિક યહોવાની શકિતનો મારામાં સંચાર થયો.
2 મેં જોયું તો માણસ જેવું કઇંક દેખાયું; તેની કમરની નીચેનો ભાગ અગ્નિ જેવો હતો અને કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો ઉજ્જવળ હતો.
3 તેણે હાથ જેવું લંબાવીને મારા વાળ પકડ્યા પછી દેવના આત્માએ મને આકાશ અને પૃથ્વીની વચ્ચે ઉપાડી લીધો અને દેવના સંદર્શનમાં તે મને યરૂશાલેમના મંદિરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લઇ ગયો, જ્યાં તિરસ્કૃત મૂર્તિ હતી, જે જોઇને યહોવા રોષે ભરાય છે.
4 અને જે પ્રમાણે મેં ખીણમાં સંદર્શન જોયું હતું બરાબર તે જ પ્રમાણે ઇસ્રાએલના દેવનો મહિમા ત્યાં હતો.
5 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઉત્તર તરફ જો.” મેં જોયું તો વેદીના દરવાજાની ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ દેવના અપમાનરૂપ એક મૂર્તિ હતી.
6 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એ લોકો શું કરે છે તે તમે જોયું? અહીં ઇસ્રાએલીઓ જે અધમ કૃત્યો કરે છે તેને લીધે હું મારા મંદિરમાંથી દૂરને દૂર થતો જાઉં છું. પણ તમે આનાથી પણ વધુ અધમ કૃત્યો જોવા પામશો.”
7 આમ કહીને પછી તે મને મંદિરના ચોકના બારણા આગળ લાવ્યા. ત્યાં મેં ભીતમાં એક કાણું જોયું.
8 તેમણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, અહીં ભીંતમાં ખોદ, મેં ખોધ્યુ તો બારણું નીકળ્યું.”
9 તેમણે મને કહ્યું, “અંદર જા, અને અહીં એ લોકો જે અધમ કૃત્યો કરે છે તે જો.”
10 તેથી મેં અંદર જઇને જોયું તો ચારે બાજુની ભીંતો ઉપર પેટે ચાલનારા પ્રાણીઓની નિષિદ્ધ પશુઓની અને ઇસ્રાએલીઓની બીજી બધી મૂર્તિઓ કોતરેલી હતી.
11 શાફાનનો પુત્ર યાઅઝાન્યા તથા ઇસ્રાએલના 70 વડીલો ત્યાં ઊભા હતા. દેરકની પાસે ધૂપદાનીઓ હતી, તેથી તેઓનાં માથા પર ધૂપના ગોટેગોટા ઉડતા હતા.
12 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તેં જોયું કે ઇસ્રાએલીઓના આગેવાનો અહીં અંઘારામાં પોતપોતાની મૂર્તિના ગોખલા આગળ શું કરે છે? એ લોકો એમ માને છે કે, ‘યહોવા અમને જોતા નથી, તે તો દેશને છોડીને ચાલ્યા ગયા છે.”‘
13 પછી યહોવાએ મને કહ્યું, “તું આના કરતા વધુ અધમ કૃત્યો કરતાં એમને જોશે.”
14 ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તરના દરવાજે લઇ આવ્યા અને ત્યાં મેં સ્ત્રીઓને ખોટા દેવ તામ્મૂઝના મૃત્યુ માટે દુ:ખી થતા જોઇ.
15 તેમણે મને પૂછયું, “હે મનુષ્યના પુત્ર, આ જોયું? આથી પણ વધારે અધમ કૃત્યો તું જોવા પામીશ.”
16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા.
17 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, શું તેં આ જોયું? યહૂદાના લોકો આવા ભયંકર પાપ કરે છે તો શું તેઓ એવું વિચારી રહ્યા છે કે તેઓ જે કરી રહ્યાં છે તે ક્ષુલ્લક વસ્તુ છે? તેઓએ સમગ્ર દેશને અપવિત્ર મૂર્તિપૂજા તરફ વાળ્યો છે. તેઓએ સર્વત્ર હિંસા ફેલાવી છે. તેઓ નાકે ડાળી રાખીને મારું અપમાન કરે છે અને મને વધુને વધુ કોપાયમાન કરે છે.
18 તેથી હું તેઓ પર મારો રોષ જરૂર ઉતારીશ. હું તેમના ઉપર દયા કરીશ નહિ કે હું તેમના પર સહાનુભૂતિ બતાવીશ નહિ, તેઓ દયા માટે મોટા સાદે પોકાર કરશે છતાં હું તેમને સાંભળીશ નહિ.”