યહોશુઆ
પ્રકરણ 15
1 યહૂદાના કુટુંબને ટોળીઓ પ્રમાંણે ચિઠ્ઠી નાંખી ભૂમિ વહેંચવામાં આવી હતી. એ દક્ષિણ તરફ અદોમની સરહદ, તેમાંનની ધારે આવેલા સીનના રણ સુધી ફેલાયલી છે.
2 તેમની દક્ષિણી સરહદ મૃતસમુદ્રના દક્ષિણ છેડાથી, આરંભ થતી હતી.
3 ત્યાંથી સરહદ સ્કોર્પિયન ઘાટની દક્ષિણ સુધી જાય છે, સીનની પાસે થઈને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને અને પછી હેસ્રોન પચાસ થઈને આદાર સુધી અને ત્યાંથી તે કાર્કા તરફ વળી જાય છે.
4 પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી.
5 તેની પૂર્વની સરહદ મૃત સરોવર સુધી આવેલ યર્દન નદીના મુખ તથા ઉત્તરની સરહદ યર્દન નદીના મુખ પાસે આવેલ બેથ-હોગ્લાહ સુધી ઉપર જતી હતી.
6 પછી તે બેથ-હોગ્લાથી ઉપર જઈ અને બેથ-અરાબાહની ઉત્તરે ચાલુ રહીને બોહાન જે રૂબેનનો પુત્ર હતો તેની શિલા સુધી તે જાય છે.
7 પછી સરહદ આખોરની ખીણ આગળ થઈને દબીર સુધી જાય છે, પછી ઉત્તર તરફ વળીને ગિલ્ગાલ તરફ વળે છે. ગિલ્ગાલ કોતરની દક્ષિણ બાજુએ અદુમ્મીમના ઘાટની સામે આવેલું છે. અદુમ્મીમ ઘાટની વચ્ચેથી કોતરની દક્ષિણે જઈને પછી એનશેમેશ જળ સ્રોત સુધી ચાલુ રહીને એનરોગેલ આગળ અટકતી હતી.
8 પછી સરહદ યબૂસીઓ એટલે કે યરૂશાલેમના ઢાળની દક્ષિણથી બેન હિન્નોમની ખીણ સુધી જાય છે, પછી એ પર્વતના શિખર તરફ વળે છે, જે રફાઈમની ખીણના ઉત્તર છેડા પર, હિન્નોમ ખીણની પશ્ચિમે આવેલો છે.
9 પછી સરહદ પર્વતના શિખર પરથી “નેફતોઆહનો જળસમૂહ” ઝરણા તરફ વળીને ત્યાંથી એક્રોન પર્વત પરના નગરોમાં જાય છે. તે જગ્યાએથી સરહદ બાઅલાહ જે “કિયાર્થ-યઆરીમ” તરીકે ઓળખાય છે તેના તરફ વળી જાય છે.
10 પછી સરહદબાઅલાહની પશ્ચિમે સેઈર ના પર્વતીય દેશ તરફ વળતી હતી; અને યઆરીમ પર્વતની ઉત્તર બાજુએ ઢાળ સુધી જઈને, નીચે ઊતરી બેથ-શેમેશ તરફ વળીને તિમ્નાહ તરફ જાય છે.
11 પછી સરહદ એક્રોની ઉત્તરની ટેકરી સુધી જાય છે. ત્યાંથી શિક્કરોન તરફ વળીને પછી બાઅલાહ પર્વત સુધી અને પછી યાબ્નએલ સુધી ચાલુ રહીને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થાય છે.
12 પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.
13 જેમ યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તેમ, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને યહૂદાના લોકોની ભૂમિમાંથી ભાગ આપ્યો. તેણે તેને કિર્યાથ-આર્બા આપ્યું હતું. આર્બા અનાકનો પિતા હતો.
14 કાલેબે ત્યાંથી અનાકના ત્રણ દીકરા-શેશાય, અહીમાંન અને તાલ્માંયને હાંકી કાઢયા.
15 કાલેબે ત્યાંથી જઈને દબીરના લોકો ઉપર ચઢાઈ કરી. પહેલાં દબીર કિર્યાથ-સેફેર તરીકે જાણીતું હતું.
16 કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર ઉપર હુમલો કરી તેને કબજે કરશે તેને હું માંરી દીકરી આખ્સાહ પરણાવીશ.”
17 કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે એ શહેર કબજે કર્યું. તેથી કાલેબે તેને પોતાની દીકરી આખ્સાહ પરણાવી.
18 જ્યારે તે પરણીને આવી ત્યારે ઓથ્નીએલે તેને તેના બાપ પાસે એક ખેતરની માંગણી કરવા ચડાવી. તે કાલેબ પાસે ગઈ અને ગધેડા ઉપરથી ઊતરી એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”
19 તેણીએ કહ્યું, “મને આશીર્વાદ આપો! તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો હતો. તેથી મને થોડી ભૂમિ આપો જેમાં પાણી હોય” આથી કાલેબે તેણીને ઉપરનાં અને નીચેનાં ઝરણાંઓ આપ્યાં.
20 યહૂદાના કુળસમૂહને મળેલ ભૂમિ આ છે. દરેક કુટુંબને જમીનનો ભાગ મળ્યો હતો:
21 આ શહેરો યહૂદાના કુળસમૂહને મળેલા છે: નેગેબમાં અદોમની સરહદે આવેલાં શહેરો: કાબ્સએલ, એદેર, યાગૂર,
22 કીનાહ, દીમોનાહ, આદઆદાહ,
23 કેદેશ, હાસોર, પિથ્નાન,
24 ઝીફ, ટેલેમ, બેઆલોથ,
25 હાસોર હદાત્તાહ, ફરીયોથ-હેસ્રોન એટલે કે હાસોર.
26 અમાંમ, શમાં, મોલાદાહ,
27 હસાર-ગાદાહ તથા શ્હેમોન, બેથ-પેલેટ,
28 હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યાહ.
29 બાઅલાહ, ઈયીમ, એસેમ,
30 એસ્તોલાદ, કસીલ, હોર્માંહ,
31 સિકલાગ, માંદમાંન્નાહ, સાન્સાન્નાહ,
32 લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29 શહેરો હતા,
33 પશ્ચિમ ટેકરીના ઢોળાવમાં શહેરો: એશ્તાઓલ, સોરાહ, આશ્નાહ હતાં.
34 જાનોઆહ, એનગાન્નીમ, તાપ્પૂઆહ, એનામ.
35 યાર્મૂથ, અદુલ્લામ, સોખોહ, અઝેકાહ,
36 શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરાહ, અને ગદરોથાઈમ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 14 નગરો હતા.
37 એ ઉપરાંત, સનાન, હદાશાહ, મિગ્દાલ-ગાદ,
38 દિલઆન-મિસ્પાહ, યોક્તએલ,
39 લાખીશ, બોસ્કાથ, એગ્લોન,
40 કાબ્બોન, લાહમાંમ, કિથ્લીશ,
41 ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાંહ અને માંક્કેદાહ: આજુબાજુના ગામો સહિત કુલ 16 નગર,
42 તદુપરાંત લિબ્નાહ, એથેર આશાન,
43 યફતા, આશ્નાહ, નસીબ,
44 કઈલાહ, આખ્ઝીબ અને માંરેશાહ તથા તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 નગરો હતા.
45 યહુદાના લોકોને એકોનનું નગર પણ મળ્યું અને બધાં શહેરો અને નજીકમાંના ગામો પણ મળ્યાં.
46 તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો,તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી.
47 પછી આશ્દોદ અને તેની નજીકના શહેરો અને ગામો, ગાજાના અને તેની નજીકનાં શહેરો અને ગામોથી મિસરની નદી સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી હતી.
48 પર્વતીય પ્રદેશના 44 નગરો તથા તેની આજુબાજુના ગામો પણ વતન તરીકે મળ્યા હતાં. શામીર, યાત્તીર, સોખોહ,
49 દાન્નાહ, કિર્યાથ-સાન્નાહ (એટલે કે દબીર);
50 અનાબ, એશ્તમોહ, આનીમ,
51 ગોશોન, હોલોન, ગીલોહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ અગિયાર નગરો હતો.
52 અરાબ, દુમાંહ, એશઆન,
53 યાનીમ, બેથ-તાપ્પૂઆહ, અફેકાહ,
54 હુમ્ટાહ, કિર્યાથ-આર્બા એટલે કે હેબ્રોન અને સીઓર અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 9 શહેરો હતાં.
55 માંઓન, કાર્મેલ, ઝીફ, યૂટાહ,
56 યોકદઆમ, જાનોઆહ, યિજાએલ,
57 કાઈન, ગિબયાહ અને તિમ્નાહ અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 10 શહેરો હતા.
58 હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
59 માંઅરાથ, બેથ-અનોથ અને એલ્તકોન, આજુબાજુના ગામો સહિત કુલ ત્યાં 6 શહેરો હતા.
60 કિર્યાથ-બઆલ, (કિર્યાથ-યઆરીમ) રાબ્બાહ અને તેની નજીકનાં ગામો. સાથે ત્યાં બે શહેરો હતાં.
61 રણમાં: બેથ-અરાબાહ, મિદીન તથા સખાખાહ;
62 નિબ્શાન, મીઠાનુંનગર અને અને ગેદી અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 6 શહેરો હતા.
63 પણ યહૂદાના લોકો યરૂશાલેમમાંથી યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહી, તેથી યબૂસીઓ યહૂદાના લોકોની સાથે આજ સુધી યરૂશાલેમમાં રહે છે.