1 રાજઓ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

પ્રકરણ 10

1 સુલેમાંનની કીતિર્ સાંભળીને શેબાની રાણીએ સુલેમાંનને અટપટા પ્રશ્ર્નો પૂછીને તેના જ્ઞાનની કસોટી કરવાનો નિર્ણય કર્યો.
2 તે પોતાની સાથે મોટો રસાલો, અને લાદેલાં ઊંટો અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઈને યરૂશાલેમ આવી પહોંચી. તેણે સુલેમાંન પાસે આવીને પોતાના મનમાં હતા, તે બધા પ્રશ્ર્નો તેને પૂછયા.
3 સુલેમાંને તેના તમાંમ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેને માંટે એકેય પ્રશ્ર બહુ મુશ્કેલ ન હતો, તેથી તે તેને બધું જ કહી શક્યો.
4 પછી રાણીને ખાતરી થઈ કે રાજા સુલેમાંન ખૂબ શાણો હતો. રાજાએ બંધાવેલો સુંદર મહેલ પણ તેણે જોયો.
5 વળી તેના ભાણામાં પીરસાતી વિવિધ વાનગીઓ તેની આસપાસ બેઠેલા દરબારીઓ, તેના સેવકો, તેમનો પોષાક અને તેમના વસ્રો, તેના પાત્રવાહકો અને જુદી જુદી જાતના યજ્ઞો જે યહોવાના મંદિરમાં અર્પણ કર્યા હતા તે જોઈને રાણી સ્તબ્ધ થઈ ગઈ.
6 અને તેણે રાજાને કહ્યું, “મેં માંરા દેશમાં તમાંરે વિષે તથા તમાંરા જ્ઞાન વિષે જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું.
7 હું અહીં આવી એ પહેલાં આ સઘળું માંરા માંન્યામાં આવતું ન હતું; પણ હવે તો મેં પોતે જોયું છે! અને સાચે જ. આમાંનું અડધું પણ મને કહેવામાં આવ્યું ન હતું; મેં સાંભળ્યું હતું તેના કરતા તમાંરું જ્ઞાન અને સમૃદ્ધિ ઘણાં વધારે છે.
8 તમાંરા લોકો કેટલાં સુખી છે! સદા તમાંરી હાજરીમાં રહેતા અને તમાંરી જ્ઞાનવાણી સાંભળતા આ દરબારીઓ કેટલા ભાગ્યશાળી છે!
9 તમાંરા દેવ યહોવાની સ્તુતિ થજો, જેણે તમાંરા પર પ્રસન્ન થઈને તમને ઇસ્રાએલની ગાદીએ બેસાડયા! કારણકે ઇસ્રાએલ પર યહોવાને કાયમ પ્રેમ હોવાથી તેણે તમને ઇસ્રાએલમાં ન્યાય અને સત્ય પરાયણતા મેળવવા માંટે ઇસ્રાએલના રાજા બનાવ્યા છે.”
10 ત્યારબાદ તેણે રાજાને 4,080 કિલો સોનું અને પુષ્કળ અત્તરો અને ઝવેરાત ભેટ ધર્યુ. શેબાની રાણીએ રાજા સુલેમાંનને ભેટ ધરેલાં અત્તરો જેવાં પહેલાં ક્યારેય જોવામાં આવ્યા નહોતા.
11 આ ઉપરાંત હીરામનાં વહાણોનો જે કાફલો ઓફીરથી સોનું લાવ્યો હતો, તે ત્યાંથી પુષ્કળ સુખડનું લાકડું અને ઝવેરાત લઈ આવ્યો હતો.
12 રાજાએ એ લાકડું યહોવાના મંદિર અને તેના પોતાના મહેલના પાયા બનાવવા માંટે અને સંગીતકારો માંટે વાજિંત્રો બનાવવામાં વાપર્યુ હતું; ત્યાર પછી એવું લાકડું ક્યારેય લવાયું નથી, કે જોવામાં સુદ્ધાં આવ્યું નથી.
13 રાજા સુલેમાંને શેબાની રાણી અને તેના સેવકોને તેણે જે જે માંગ્યું તે બધું આપ્યું, તેણે રાણીને જે એક રાજા આપી શકે તે બધું ઉદારતાથી આપ્યું હતું અને પછી રાણી પોતાના દેશમાં પાછી ફરી.
14 સુલેમાંન રાજાને પ્રતિવર્ષ લગભગ 22,644 કિલો સોનું મળતું હતું.
15 તદુપરાંત વેપારની વસ્તુઓ, પરદેશો સાથેના વેપારનો નફો અને આરબ રાજાઓએ મોકલાવેલી વસ્તુઓ વગેરે તો વધારાનું.
16 રાજા સુલેમાંને સોનાની 200 મોટી ઢાલો બનાવી; અને દરેક મોટી ઢાલમાં લગબગ 7 કિલો સોનું વપરાયું હતું.
17 વળી તેણે બીજી 300 નાની ઢાલો બનાવી, એ પ્રત્યેક નાની ઢાલમાં પોણાબે કિલો પર સોનું વપરાયું હતું. આ સઘળી ઢાલને તેણે પોતાના રાજમહેલમાં ‘લબાનોનના વનગૃહ’ નામની જગ્યામાં રાખી હતી.
18 વળી રાજાએ હાથીદંાતનું એક મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને શુદ્વ સોનાથિ મઢાવ્યું.
19 એ સિંહાસનને છ પગથિયાં હતાં એની પાછળનો આકાર ગોળ હતો, તેને બાજુમાં બે હાથા હતા અને પ્રત્યેક હાથાને અડીને એકેક સિંહ ઊભેલો હતો,
20 અને દરેક પગથિયાને સામે છેડે સિંહો ઉભેલા હતા બધું મળીને કુલ બાર સિંહો હતા, બીજા કોઈ પણ રાજયમાં આવું સિંહાસન કદી બનાવવામાં આવ્યું નહોતું.
21 રાજા સુલેમાંનના બધા પ્યાલાઓ શુદ્ધ સોનાના બનેલા હતા, અને લબાનોનના વનગૃહની દરેક વસ્તુઓ શુદ્વ સોનાની બનાવેલી હતી. ચાંદી બિલકુલ વાપરવામાં આવી નહોતી, કારણ, સુલેમાંનના જમાંનામાં તેની કશી કિંમત નહોતી.
22 સુલેમાંન રાજા અને હીરામ રાજા વચ્ચે વેપારી વહાણોનો વિશાળ કાફલો હતો. દર ત્રણ વષેર્ એક વખત આ વહાણોનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
23 સમૃદ્ધિ અને જ્ઞાનની બાબતમાં પૃથ્વી પરના તમાંમ રાજાઓ કરતાં સુલેમાંન રાજા ચઢિયાતો હતો.
24 સમગ્ર વિશ્વમાંથી લોકો તેની દેવદત્ત જ્ઞાનની વાતો સાંભળવા માંટે આવતા હતા.
25 તેને મળવા આવનાર પ્રત્યેક વ્યકિત સોના-ચાંદીના પાત્રો, સુંદર વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્યો, ઘોડા અને ખચ્ચરો રાજાને માંટે વાષિર્ક વસૂલી તરીકે લાવતા હતા.
26 સુલેમાંને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી, તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા. એમાંના કેટલાક એણે ચોક્કસ નિયુકત નગરોમાં રાખ્યા અને બાકીના યરૂશાલેમમાં રાખ્યા.
27 સુલેમાંને યરૂશાલેમમાં ચાંદી પથ્થર જેટલી સામાંન્ય બનાવી દીધી હતી; અને દેવદારનું લાકડું શેફેલાહના અંજીરના વૃક્ષના લાકડાના જેવું સામાંન્ય બનાવી દીધું હતું.
28 સુલેમાંનને માંટે ઘોડા મિસર અને કિલકિયાથી આયાત કરવામાં આવતા હતાં, રાજાના આડતિયાઓ કિલકિયાથી ઠરાવેલી કિંમતે ઘોડા ખરીદતા હતા.
29 રથોની કિંમત લગભગ સાત કિલો ચાંદી જેટલી મિસરથી લાવવામાં આવતી હતી, અને ઘોડા દરેક પોણા બે કિલો ચાંદી વડે ખરીદાયા હતા. હિત્તીઓના રાજાઓ અને અરામના રાજાઓ પણ ઘોડા અને રથો તે વેપારીઓ પાસેથી ખરીદતાં હતાં જેઓ તેની આયાત કરતાં હતાં.