2 શમએલ
પ્રકરણ 14
1 સરૂયાના પુત્ર યોઆબને ખ્યાલ આવી ગયો કે રાજા દાઉદનું મન આબ્શાલોમને મળવા ઘણું આતુર છે.
2 તેથી તેણે તકોઓમાંથી એક ચતુર સ્ત્રીને તેને મળવા લઇ આવવા સંદેશો મોકલ્યો. તેને કહ્યું, “તું શોકમાં હોય તેવો ઢોંગ કરજે. શોકનાં વસ્ત્રો ધારણ કરજે. તું લાંબા સમયથી શોકમાં છે તેવો તારો દેખાવ અને વર્તન રાખજે.
3 પછી રાજા પાસે જજે અને મુલાકાત માંગજે, અને પછી રાજાને આ શબ્દો કહેજે.” પછી યોઆબે તેને રાજાને શું કહેવું તે કહ્યું.
4 તે સ્ત્રી રાજા પાસે ગઈ, ભોંય પર પડી, લાંબા થઇને પ્રણામ કર્યા અને કહ્યું, “હે રાજા, મને મદદ કરો.”
5 એટલે રાજાએ પૂછયું, “શું છે?”તે બોલી, “હું વિધવા છું, માંરો પતિ મૃત્યુ પામ્યો છે,
6 માંરે બે પુત્રો હતા, તેઓ બહાર ખેતરમાં ઝઘડતા હતા, ત્યાં તેમને છોડાવનાર કોઈ ન હતું, એટલે તેમાંના એકે બીજાને માંરી નાખ્યો.
7 હવે માંરાં સગાં સંબંધીઓ તથા આખું કુટુંબ માંરી વિરુદ્ધ થઈ ગયાં છે, અને તેઓ એવી માંગણી કરે છે કે, ‘હું માંરો જીવતો રહેલો પુત્ર તેઓને સોંપું, જેથી તેઓ ભાઈનો જીવ લેવા બદલ તેનો જીવ લઈ લે. અને તેના વંશનો અંત આણે.’ જો તેઓ એમ કરે તો માંરો બાકી રહેલો અંગારો પણ બુઝાઈ જાય, અને માંરા પતિનું આ ધરતી ઉપર નામનિશાન કે વારસ ન રહે.”
8 રાજાએ તેને કહ્યું, “તું તારે ઘેર જા, માંરા પર વિશ્વાસ રાખ, તેની હું કાળજી રાખીશ.”
9 પરંતુ તે સ્ત્રી બોલી, “હે માંરા રાજા, દોષ બધો માંરા માંથેને માંરા બાપના કુટુંબને માંથે છે, આપ અને આપની ગાદી નિદોર્ષ છો.”
10 પછી રાજાએ કહ્યું, “જો કોઈ તને ધમકી આપે તો તેને માંરી પાસે લાવજે; તે ફરી કદી તને હેરાન નહિ કરે.”
11 ત્યારે તેણે કહ્યું, “આપ માંરા રાજા, આપના દેવ યહોવાનું નામ લો, અને પ્રતિજ્ઞા લો કે, તમે માંરા સગાસંબધીઓને વેર લેવા નહિ દો અને તેના ભાઇનું ખૂન કરવા બદલ માંરા બીજા પુત્રને માંરવા નહિ દો.”રાજાએ જવાબ આપ્યો, “હું યહોવાના સમ ખાઈને કહું છું કે, તારા પુત્રનો એક વાળ પણ વાંકો નહિ થવા દઉં “
12 પછી તે સ્ત્રીએ કહ્યું, “મુરબ્બીની રજા હોય તો માંરે હજી એક વાત કહેવી છે.”તો રાજાએ કહ્યું, “તું પૂછી શકે છે.”
13 આથી તે સ્ત્રી બોલી, “તો પછી આપે આવી યોજના દેવના લોકો વિરુદ્ધ શા માંટે રચી છે? આપે આપના જે પુત્રને ઘર છોડવા જબરદસ્તી કરી હતી તેને પાછા લાવ્યા નથી. આપ જે કહો છો તેમાં આપ પોતે જ પોતાને ગુનેગાર ઠરાવો છો.
14 આપણે સૌ મૃત્યુ પામવાના છીએ. આપણે એક દિવસ જમીન પર ઢોળાયેલા પાણી જેવા થઇશું એ કાંઈ પાછું ભેગું થાય નહિ. દેવ લોકોને માંફ કરે છે. તે લોકો માંટે, જેને જબરદસ્તી સુરક્ષા માંટે ભાગવું પડે છે. પાછા બોલાવવાની યોજના બનાવે છે. તે તેઓને તેનાથી ભાગી જવા બળજબરી કરતા નથી.
15 માંરા મુરબ્બી, રાજાને હું એ કહેવા માંટે આવી છું, કારણ કે લોકોએ મને ગભરાવી અને કહ્યું કે, ‘જો હું રાજાને કહું; તો માંરે જે કાંઇ તેની પાસે કરાવવું હશે તેઓ કદાચ માંરી માંગણી પૂરી કરશે.
16 તેઓ માંરી વાત ધ્યાન પર લેશે અને જે માંણસ મને અને માંરા પુત્રને માંરી નાખી; અમને ઇસ્રાએલથી દેવે પોતાના લોકોને આપેલી ભૂમિમાંથી મીટાવી દેવા ઈચ્છે છે તેનાથી મને બચાવશે.’
17 તેથી મેં માંરી જાતને કહ્યું કારણ, આપ તો દેવના દૂત જેવા છો, તમને સરખી સમજ શકિત છે. અને સારાસારનો વિવેક કરી શકો છો, અને યહોવા આપની સાથે છે.”
18 એટલે રાજાએ તે સ્ત્રીને કહ્યું, “હું તને એક વાત પૂછું છું તેનો સાચો જવાબ આપજે.”સ્ત્રીએ કહ્યું, “માંરા ધણી, માંરા રાજા કૃપા કરી પૂછો.”
19 રાજાએ પૂછયું, “આ બધામાં તારી સાથે યોઆબ સંડોવાયેલ છે?”સ્ત્રીએ કહ્યું, “આપના સમ ધણી, આપના પ્રશ્ર્નનો ઉત્તર ટાળી શકાય તેમ નથી. માંરે સાચું જ કહેવું પડશે, આપના સેવક યોઆબે જ મને અહીં મોકલી છે. અને આમ કહેવા કહ્યું છે.
20 સમગ્ર વાતને જુદું રૂપ આપવા માંટે જ તેણે આમ કર્યું હતું. માંરા દેવ, આપ તો દેવના દૂત જેવા જ્ઞાની છો અને પૃથ્વી પર શું થઈ રહ્યું છે તે બધુંય આપ જાણો છો.”
21 રાજા દાઉદે યોઆબને કહ્યું, “મેં જે વચન આપ્યું છે તે પ્રમાંણે હું કરીશ. જાવ અને યુવાન આબ્શાલોમને પાછો ઘરે લઇ આવો.
22 યોઆબે રાજાને પ્રણામ કર્યા અને રાજાને આશીર્વાદ આપ્યા અને કહ્યું, “હવે મને ખાતરી થઈ કે, આપ માંરા પર પ્રસન્ન છો, આપે માંરું સાંભળ્યું છે.”
23 યોઆબ તરત જ ગશૂર ગયો અને આબ્શાલોમને યરૂશાલેમ લઈ આવ્યો.
24 પણ રાજાએ કહ્યું, “તે પોતાના નિવાસસ્થાને રહેવા જાય, તે અહીં ન આવે. હું તેને જોવા માંગતો નથી.” તેથી આબ્શાલોમ તેના ઘેર ગયો અને રાજાને મળ્યો નહિ.
25 આખા ઇસ્રાએલમાં દેખાવડો અને સુંદર આબ્શાલોમ જેવો વિખ્યાત બીજો કોઈ પુરુષ નહોતો. પગથી માંથા સુધી તેનામાં કોઈ દોષ નહોતો.
26 તેના વાળ બોજારૂપ બની જતા હતા ત્યારે તે દર વરસે વાળ ઉતરાવતો અને ત્યારે તે વાળનું વજન શાહી કાટલાં મુજબ આશરે પાંચ રતલ થતું.
27 આબ્શાલોમને ત્રણ પુત્રો થયા હતા અને તામાંર નામે એક પુત્રી હતી, તે ખૂબ રૂપાળી હતી.
28 આબ્શાલોમ યરૂશાલેમ આવ્યો, તેને બે વર્ષ થઈ ગયા, પણ તે કદી રાજા આગળ ગયો નહિ.
29 ત્યાર પછી આબ્શાલોમે તેને માંટે રાજા સામે જવા સંદેશો મોકલવા યોઆબને સંદેશો મોકલાવ્યો, પણ યોઆબે આવવાની; આબ્શાલોમ સાથે વાત કરવાની ના પાડી, આબ્શાલોમે ફરી સંદેશો મોકલ્યો, તો પણ યોઆબે આવવાની ના પાડી.
30 ત્યારે આબ્શાલોમે પોતાના નોકરોને મોકલ્યા, “અને તેઓને જઈને આબ્શાલોમના ખેતરની પાસે આવેલા યોઆબના જવના ખેતરને બાળી નાખવાનું કહ્યું.”આથી આબ્શાલોમના નોકરોએ ખેતરોને બાળી નાખ્યાં.
31 યોઆબ આબ્શાલોમને ઘેર તરત જ પહોંચી ગયો અને પૂછવા લાગ્યો. “તારા નોકરોએ માંરા ખેતરને આગ શા માંટે ચાંપી?”
32 આબ્શાલોમે કહ્યું, “માંરી ઇચ્છા એવી છે કે તું રાજાને એમ પૂછ કે, જો તે મને જોવા ઇચ્છતો નથી તો મને શા માંટે ગશૂરમાંથી પાછો બોલાવ્યો છે? હું ત્યાં જ રહ્યો હોત તો માંરા માંટે વધારે સારું હતું. માંરે રાજાની સાથે મુલાકાત કરવી છે, અને જો મેં કંઈ પાપ કર્યું હોય એમ તેમને લાગે તો મને મોતની સજા કરી શકે છે.”
33 આબ્શાલોમે જે કહ્યું હતું તે યોઆબે જઈને રાજાને કહ્યું; રાજાએ આબ્શાલોમને તેડાવ્યો, તેણે જઈને ભોંય પર પડીને લાંબા થઈને રાજાને પ્રણામ કર્યા અને દાઉદે આબ્શાલોમને ચુંબન કર્યુ અને ભેટી પડયો.