રૂત

1 2 3 4

પ્રકરણ 2

1 બેથલેહેમમાં બોઆઝ નામનો એક ધનવાન પુરુષ હતો. તે અલીમેલેખના કુટુંબનો હતો. તે નાઓમીના નજીકના સગામાંનો એક હતો.
2 એક દિવસ રૂથે નાઓમીને કહ્યું કે, “કદાચ ખેતરમાં મને કોઇ મળશે જે માંરા પર દયા કરી મને અનાજ વીણવા દેશે.તેથી હું ખેતરમાં જઇશ અને થોડા બચેલા દાણા આપણા ખાવા માંટે લાવીશ.”
3 નાઓમીએ કહ્યું, “હા દીકરી, તું જઇ શકે છે.”આથી તે ખેતરમાં ગઈ અને કામ કરનારાઓની પાછળ પાછળ ગઇ અને ખેતરમાં રહી ગયેલા કણસલાં વીણી લીધા; બન્યું એવું કે, આ ખેતર અલીમેલેખના કુટુંબના બોઆઝનું હતું.
4 તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.”લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”
5 પછી બોઆઝે કામ કરનારાઓ ઉપર દેખરેખ રાખનાર માંણસને પૂછયું; “આ કોની યુવતી છે?”
6 તેણે જવાબ આપ્યો કે, “એ તો નાઓમી સાથે મોઆબથી પાછી આવેલી મોઆબી યુવતી છે.
7 આજે સવારે એણે મને પૂછયું કે; “હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”
8 બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે.
9 એ લોકો કયા ખેતરમાં લણે છે તે જોજે અને તેઓને અનુસરજે. અને મેં માંરા જુવાન માંણસોને તને હેરાન ન કરવા જણાવ્યું છે. અને જ્યારે તને તરસ લાગે ત્યારે જઇને માંરા યુવાનોના પાણીનાં કુંજામાંથી પાણી પીજે.”
10 આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?”
11 બોઆઝે જવાબ આપ્યો, મે સાંભળ્યું છે કે, “તારા પતિના ગુજરી ગયા પછી તે તારા વતન મોઆબને અને માંબાપને છોડ્યા,અને તારી સાસુ સાથે આ દેશમાં આવી છે અને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી, તેઓમાં તું રહેવા આવી છે.
12 યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.”
13 રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.”
14 બપોરે જમવાના સમયે બોઆઝે તેને કહ્યું, “અહીં આવ, સરકામાં બોળીને થોડો રોટલો ખાઈ લે.”આથી તે લણનારાઓ ભેગી બેઠી અને બોઆઝે તેને પોંક આપ્યા. તેણે ધરાઈને ખાધું ને તેમાંથી થોડો પોંક વધ્યો.
15 ત્યારબાદ ફરીથી તે કામ કરવા ગઈ ત્યારે બોઆઝે જુવાનોને કહ્યું કે, “તેને પૂળીઓમાંથી પણ કણસલાં વીણવા દો. તેને અટકાવતા નહિ.
16 પૂળામાંથી પણ થોડાં કણસલાં ખેંચી કાઢી બહાર રહેવા દેજો, જેથી એ વીણી લઈ શકે. એને ઠપકો ન આપશો.”
17 આ રીતે તેણે સાંજ સુધી ખેતરમાં કામ કર્યું, પછી વીણેલાં કણસલાં મસળીને તેણે દાણા કાઢયા તો આશરે એક એફાહ બરાબર 50 રતલ જવ થયા.
18 તે લઈને તે ગામમાં ગઈ, અને પોતે જે ભેગું કર્યુ હતું તે સાસુને બતાવ્યું. પછી ખાતાં જે વધ્યું હતું તે કાઢીને સાસુને આપ્યું.
19 તેની સાસુએ તેને પૂછયું, “આ બધા દાણા તેં ક્યાંથી ભેગા કર્યા? અને તેં ક્યાં કામ કર્યું? તારું ધ્યાન રાખનાર માંણસને આશીર્વાદ આપજે.”તેણીએ કહ્યું કે, “આજે મેં બોઆઝ નામના એક માંણસના ખેતરમાં કામ કર્યું.”
20 નાઓમીએ કહ્યું, “બોઆઝ આપણો સંબંધી છે. એ આપણા રક્ષણ કરનારાઓમાંથી એક છે તે આપણો નજીકનો સગો છે.” દેવના આશીર્વાદ એના પર રહે કારણકે એમણે જીવીત અને મૃત પામેલા પર પણ હંમેશા દયા દાખવી છે.”
21 એટલે રૂથે કહ્યું, “તેમણે મને લણણી પૂરી થાય ત્યાં સુધી તેના માંણસોની પાછળ પાછળ જવા કહ્યું છે.”
22 નાઓમીએ કહ્યું, “માંરી દીકરી, એ તો બહુ સારું , તું બીજા ખેતરમાં જાય અને તને કોઈ હેરાન કરે તેના કરતાં એના માંણસો સાથે રહેવું એ વધું સારું છે.”
23 આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું.