ન્યાયાધીશો
પ્રકરણ 19
1 એ વખતે ઈસ્રાએલમાં કોઈ રાજા નહોતો. ત્યારે એફ્રાઈમની ટેકરીઓ પર અંદરના ભાગમાં એક લેવી રહેતો હતો, તેણે બેથલેહેમની એક યહૂદી કન્યાને પોતની ઉપપત્ની તરીકે રાખી હતી.
2 તે સ્ત્રી ગુસ્સે થઈને પોતાના બાપને ઘેર બેથલેહેમ પાછી ગઈ. તે સ્ત્રી ત્યાં લગભગ ચારેક મહિના માંટે રહી.
3 તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માંટે એક નોકરને અને બે ગધેડાંને લઈને તેની પાછળ ગયો. જ્યારે તે તેને ઘેર પહોંચ્યો ત્યારે તે તેને પોતાના પિતાના ઘેર લઈ ગઈ; જ્યારે તેના પિતાએ તેને જોયો તેને મળીને તેને ખૂબ આનંદ થયો.
4 અને તે સ્ત્રીના પિતાએ તેના જમાંઈને થોડા સમય તેને ત્યાં રહેવા માંટે સમજાવ્યો. તે ત્યાં ત્રણ દિવસ રહ્યો અને તેઓએ ખાધુ, પીધું અને ત્રણ રાત ત્યાં ગાળી.
5 ચોથે દિવસે વહેલી સવારે લેવી ઘરે પાછો જવા તૈયાર થયો. પણ તેના સસરાએ તેને કહ્યું, “પહેલા કાંઈ ખાઈ લો, પછી તમે જઈ શકો છો.”
6 તેથી તે બે જણે ભેગા બેસીને ખાધું પીધું; સસરાએ જમાંઈને કહ્યું, “માંની જાઓ, રાત અહીં જ ગાળો, અને મોજ કરો.”
7 છતાં તે માંણસે ના પાડી, પણ તેના સસરાએ તેને વિનંતી કર્યા જ કરી, આખરે તે ત્યાં રોકાવા તૈયાર થયો.
8 બીજા દિવસે તે વહેલા ઊઠયો અને તેના સસરાએ કહ્યું, “પહેલાં કાઈ ખાઈ લો, અને પછી થોડા સમય પછી જાઓ.” તેથી તેઓ ખાવા બેઠા મોડી બપોર સુધી તે રહ્યો.
9 પછી લેવી પોતાની પત્ની અને નોકર સાથે જવા માંટે ઊઠયો. પણ તેના સસરાએ કહ્યું, “જુઓ હવે તો સાંજ થઈ ગઈ છે, અહી રાત રહી જાઓ, અને મોજ કરો પછી આવતી કાલે વહેલા ઘેર જજો.
10 પરંતુ આ વખતે એ માંણસે સાંભળ્યું નહિ, તે રાત રોકાવા કબૂલ થયો નહિ અને જવા માંટે તૈયાર થયો, તેણે પોતાનાં બે લાદેલાં ગધેડાં અને પત્ની સાથે યબૂસ અર્થાત યરૂશાલમની નજીક પહોંચ્યા સુધી મુસાફરી કરી.
11 જ્યારે તેઓ યબૂસ પહોંચ્યા ત્યારે દિવસ પૂરો થવા આવ્યો હતો, તેથી નોકરે ઘણીને કહ્યું, “ચાલો આપણે આ યબૂસીઓના શહેરમાં જઈએ અને રાત ત્યાં ગાળીએ.”
12 પણ તેના ધણીએ જવાબ આપ્યો, “ના, આ વિદેશી નગરમાં આપણે જવું નથી, ત્યાં કોઈ ઈસ્રાએલી નથી, આપણે ગિબયાહ જઈએ.”
13 ચાલો, આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ. ગિબયાહ કે રામાંમાં રાતવાસો કરીએ.”
14 તેથી તેઓએ ચાલવાનું ચાલુ રાખ્યું અને સાંજ પડતાં બિન્યામીનકુળસમૂહના પ્રદેશમાં આવેલા ગિબયાહ નજીક આવી પહોંચ્યા.
15 રાતવાસો કરવા તેઓ ગિબયાહ ગયા. અને નગરના ચોકમાં બેઠા. કોઈએ તેઓને પોતાના ઘરે આમંત્રણ આપ્યું નહિ.
16 એવામાં જ્યારે સાંજ પડી, એક વૃદ્ધ માંણસ તે માંર્ગે પસાર થયો, તે તેના ખેતરથી કામ કરીને ઘેર પાછો ફરતો હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશનો વતની હતો. અને ગિબયાહ આવ્યો હતો અને ત્યાં રહેતો હતો. તે નગરના લોકો બિન્યામીનકુળસમૂહના હતાં.
17 તેણે નજર કરતાં નગરના ચોકમાં પડાવ નાખેલા મુસાફરને જોયો અને પૂછયું, “તમે કયાંથી આવો છો? ક્યાં જાઓ છો?”
18 તેણે જવાબ આપ્યો, “યહૂદામાં આવેલા બેથલેહેમથી હું આવું છું, એફ્રાઈમના પહાડી પ્રદેશનો હું વતની છું. હું બેથલેહેમ ગયો હતો અને અત્યારે હું ઘેર પાછો જાઉં છું, પણ કોઈએ અમને રાત ગાળવા માંટે પોતાને ઘેર બોલાવ્યા નથી;
19 અમાંરી પાસે અમાંરા ગધેડાં માંટે અનાજ અને ઘાસ છે અને માંરા માંટે માંરી સ્ત્રી અને નોકર માંટે પૂરતો ખોરાક તથા દ્રાક્ષારસ છે. અમને કોઈ ચીજની જરૂર નથી.”
20 પેલા ઘરડા માંણસે કહ્યું, “કશી ચિંતા ન કરશો. હું બધું સંભાળી લઈશ. અહીં ચોકમાં રાત ગાળવાની ના હોય, કેમકે અહી કોઈ સુરક્ષા નથી.”
21 એમ કહીને તે તેમને પોતને ઘેર લઈ ગયો અને તેણે તેઓનાં ગધેડાને ચારો નીર્યો, તેઓએ, તેઓના પગ ધોયા, ખાધું અને પીધું.
22 જ્યારે આ લોકો ખાતાપીતાં અને આનંદ કરતા હતાં એવામાં નગરના દુષ્ટ માંણસો ઘરને ઘેરી વળ્યા અને બારણાં ખટખટાવ્યા. તેઓએ ઘરના ઘરડા માંણસને બૂમો પાડીને કહેવા લાગ્યા, “તારે ઘરે જે માંણસ આવ્યો છે તેને બહાર મોકલ, જેથી અમે તેની આબરૂ લઈએ.”
23 તેથી ઘરડો માંણસ બહાર આવ્યો. તેણે વિનંતી કરીને કહ્યું, “માંરા ભાઈઓ, આવું પાપ આચરશો નહિ, એ માંરો મહેમાંન છે, આવું મૂર્ખ અને નામોશી ભર્યુ કૃત્ય ન કરશો.
24 માંરે એક કુંવારી પુત્રી છે તથા તે માંણસને તેની ઉપપત્ની છે, હું તેઓને બહાર મોકલીશ. તમે તેઓની આબરૂ લો. અને તમાંરે તેમની સાથે જે કરવું હોય તે કરો. પણ આ માંણસ ઉપર તમે આવું ગુનાહિત કૃત્ય કરશો નહિ.”
25 છતાં તેઓએ તેનું કહેવું સાંભળ્યું નહિ, તેથી તેણે તેની ઉપપત્નીને તેઓ પાસે બહાર જવા ફરજ પાડી, તેઓએ આખી રાત તેના ઉપર બધાએ વારા ફરતી અત્યાચાર કર્યોને તેના ઉપર બળાત્કાર કર્યો. અને જ્યારે સવાર થઈ ત્યારે તેને જવા દીધી.
26 પરોઢ થયું ત્યારે તે સ્ત્રી તેના ધણીના ઘરના દરવાજા આગળ ગઈ અને સવાર સુધી તે ત્યાં પડી રહી.
27 સવારમાં તેના ધણી લેવીએ ફરી પ્રવાસે જવા માંટે તેણે બારણું ઉધાડયું, તો તેણે પોતાની ઉપપત્નીને ઘરના બારણાં આગળ પડેલી જોઈ. તેના હાથ બારણાના ઉંબરા પર પડેલા હતાં.
28 તેણે તેને કહ્યું, “ઊઠ, ચાલ, આપણે હવે જઈએ.” પણ કોઈ જવાબ ન મળ્યો, તે મૃત્યુ પામી હતી.
29 આથી તેણે તેને ઉપાડીને ગધેડા ઉપર મૂકી અને તે ઘેર જવા નીકળ્યો. ઘરે પહોંચ્યા પછી તેણે એક છરો લીધો અને તેના શરીરના કાપીને બાર ટુકડા કર્યા પછી તે ટુકડાઓ તેણે આખા ઈસ્રાએલમાં મોકલી આપ્યા.
30 પછી એવું બન્યું કે જેમણે જેમણે એ જોયું તેમણે કહ્યું, “ઈસ્રાએલે મિસર છોડયું ત્યારથી આજ સુધી આવો ભયંકર ગુન્હો કદી નજરે ચડયો નથી. માંટે આનો વિચાર કરો, ચર્ચા કરો અને મને નિર્ણય જણાવો.