ગણના
પ્રકરણ 32
1 ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.
2 તેથી તેઓએ મૂસા; યાજક એલઆઝાર અને સમાંજના આગેવાનો સમક્ષ આવીને કહ્યું,
3 “ઇસ્રાએલી સમાંજને યહોવાએ જીતી આપેલો પ્રદેશ, અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો અને બેઓન.
4 આ સમગ્ર પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ખૂબ અનુકૂળ છે, અને આપના સેવકો પાસે પુષ્કળ ઢોરો છે.
5 અમાંરા પર કૃપા હોય તો યર્દન નદી ઓળંગીને તે તરફના વિસ્તારને બદલે આ પ્રદેશ અમાંરા ભાગમાં આપો.”
6 મૂસાએ ગાદ અને રૂબેનના કુળસમૂહોને કહ્યું, “તમાંરા બીજા ઇસ્રાએલી ભાઈઓ તો યુદ્ધમાં જાય છે ત્યારેશું તમે અહી રહેવા માંગો છો?
7 ઇસ્રાએલીઓ યર્દન નદી ઓળંગીને યહોવાએ તેમને આપેલી ભૂમિમાં દાખલ થવા જાય છે, ત્યારે તમે શા માંટે તેમને નિરૂત્સાહી કરો છો?
8 જ્યારે મેં તમાંરા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા હતા, ત્યારે તેઓએ આવુ જ વર્તન કર્યુ હતું, તે લોકો એશ્કોલ ખીણ સુધી ગયા. પ્રદેશ જોયો અને જે પ્રદેશ યહોવાએ ઇસ્રાએલીઓને આપ્યો હતો ત્યાં જવાનો તેમનો ઉત્સાહ તોડી પાડયો.
9
10 આથી તે દિવસે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠયો હતો અને તેણે વચન આપ્યું કે,
11 ‘તે લોકો મને વિશ્વાસુ રહ્યા નથી તેથી મિસરમાંથી આવેલા એમાંના 20 વર્ષ અને તેથી વધારે ઉમરના ઇસ્રાએલીઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે ભૂમિ આપવાનું વચન આપ્યુ હતું તેમાં તે પ્રવેશ કરશે નહિ.
12 અપવાદરૂપે ફકત માંરામાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર કનિઝઝી યફૂન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જેઓએ વચનના દેશમાં જવા માંટે લોકોને અનુરોધ કર્યો હતો.’
13 “ઇસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો, અને તેણે તેમને 40 વર્ષ સુધી રણમાં રઝળાવ્યા, અને આખેર યહોવાને દુઃખ આપનારી આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ
14 અને હવે તમે, પાપી લોકો, પણ તમાંરા પિતાઓએ કર્યુ તેમ કરો છો. શું તમાંરે યહોવાને તેના લોકો વિરુદ્ધ હજુ વધારે ગુસ્સે કરવા છે?
15 કારણ, જો તમે અત્યારે આ પ્રમાંણે દેવથી વિમુખ થશો તો તે આ બધા લોકોને રણમાં રઝળતાં છોડી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.”
16 તેથી તેમણે મૂસાની પાસે જઈને કહ્યું, “અમે અહીં અમાંરાં ઘેટાંબકરાં માંટે વાડા બાંધીશું અને અમાંરાં સ્ત્રી બાળકો માંટે કિલ્લેબંધી નગરો બાંધીશું;
17 ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ રહી તેમને તેમની ભૂમિમાં પહોંચાડતા સુધી લડીશું, એ સમય દરમ્યાન અમાંરાં સ્ત્રી બાળકો એ ગામોમાં દેશના મૂળ વતનીઓના હુમલાથી સુરક્ષિત રહી શકશે.
18 અને બધા ઇસ્રાએલીઓને તેઓનો વારસો-પોતાના ભાગની જમીનનો પાછો નહિ મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ.
19 વળી અમે યર્દન નદીને પેલે પારના પ્રદેશમાં તેમની સાથે જમીનમાં ભાગ માંગીશું નહિ, કારણ કે, તેના બદલે અમને યર્દન નદીને પૂર્વકાંઠે અમાંરા ભાગની જમીન મળેલી છે ત્યાં રહેવાનું અમે પસંદ કરીશું.”
20 એટલે મૂસાએ કહ્યું, “ઠીક, તો તમે જે કહ્યું છે તે પ્રમાંણે કરો અને યહોવાના યુદ્ધ માંટે પોતાને સજજ કરો.
21 અને યહોવા પોતાના શત્રુઓને તે દેશમાંથી હાંકી કાઢે ત્યાં સુધી તમાંરી સેનાની ટુકડીઓને યર્દન નદીને પાર રાખો અને ત્યાં રહો.
22 પછી તે ભૂમિ યહોવાના તાબામાં આવી જાય ત્યાર બાદ જ તમે પાછા ફરો તો, તમે યહોવા અને ઇસ્રાએલ પ્રત્યેના કર્તવ્યથી મુકત થશો અને આ ભૂમિ યહોવાની દ્રષ્ટિએ તમાંરી માંલિકીની થશે.
23 પરંતુ જો તમે જે કહ્યું, તે પ્રમાંણે નહિ કરો તો, તે યહોવાની વિરુદ્ધનું તમાંરું પાપ ગણાશે, અને તમાંરે તમાંરું પાપ અચૂક ભોગવવું પડશે.
24 ભલે, જાઓ અને તમાંરાં કુટુંબો, સ્ત્રી બાળકો માંટે નગરો તથા તમાંરાં ઢોરઢાંખર માંટે વાડા બાંધો, અને તમે કહ્યું છે તે બધું તમે કરો. તમાંરું વચન પાળજો.”
25 ગાદ અને રૂબેનના કુળસમૂહોએ મૂસાને કહ્યું, “ધણી, અમે આપના સેવકો આપ કહેશો તેમ કરીશું, અને તમાંરી સૂચનાઓ અક્ષઃરશ પાળીશું.
26 અમાંરાં બાળકો અને સ્ત્રીઓ, અમાંરાં ઘેટાબકરાં અને બીજાં બધાં પ્રાણીઓ અહીં ગિલયાદનાં ગામોમાં રહેશે,
27 પણ અમે આપના સેવકો બધા હથિયાર ધારણ કરીશું અને યર્દન પાર જઈશું યહોવાની સમક્ષ લડવા માંટે અમાંરા ધણીએ કહ્યા મુજબ.”
28 તેથી મૂસાએ યાજક એલઆઝાર, યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહના આગેવાનોને કહ્યું,
29 “જો ગાદના અને રૂબેનના વંશજો હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યહોવા સમક્ષ લડવાને યર્દન ઓળંગીને આવે, અને જો તે પ્રદેશ તમાંરા તાબામાં આવી જાય તો તમાંરે તેમને ગિલયાદનો પ્રદેશ તેમાં ભાગ તરીકે આપવો.
30 પણ જો તેઓ હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યર્દન ઓળંગીને ન આવે તો તેમને તેમનો ભાગ કનાનમાં જ તમાંરી સાથે મળશે.”
31 ગાદના અને રૂબેનના લોકોએ કહ્યું, “ધણી, અમે યહોવાએ જણાવ્યા મુજબ કરીશું.
32 અમે હથિયાર ધારણ કરીને યહોવા સમક્ષ યર્દન પાર કરીને કનાનના પ્રદેશમાં જઈશું. પણ અમને યર્દન નદીના આ પૂર્વકાંઠે અમાંરા ભાગની જમીન મળવી જોઈએ.”
33 આથી મૂસાએ ગાદના અને રૂબેનના વંશજોને તથા યૂસફના પુત્ર મનાશ્શાના અર્ધકુળસમૂહને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય, એ સમગ્ર પ્રદેશ અને તેમાંના શહેરો તથા આજુબાજુની જમીન બધું આપી દીધું.
34 પછી ગાદના વંશજોએ કોટવાળાં નગરો બાંધ્યાં; દીબોન, અટારાથ, અરોએર,
35 આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બહાહ,
36 બેથ-નિમ્રાહ અને બેન-હારાન, તથા ઘેટાબકરાંઓ માંટે વાડાઓ બાંધ્યા.
37 રૂબેનના વંશજોએ હેશ્બોન,
38 એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલ-મેઓન અને સિબ્માંહ આ રીતે નબો અને બઆલ-મેઓનને નવા નામ આપ્યા.
39 ત્યારબાદ મનાશ્શાના વંશજોમાંથી માંખીરના કુળસમૂહના લોકોએ ગિલયાદ પર ચઢાઈ કરીને તે જીત લીધું અને ત્યાંથી અમોરીઓને હાંકી કાઢયા.
40 આથી મૂસાએ મનાશ્શાના કુળસમૂહના માંખીરને ગિલયાદ આપ્યું અને તે ત્યાં સ્થિર થયો.
41 મનાશ્શાના કુળસમૂહમાંથી યાઈરના ગોત્રના માંણસોએ ગિલયાદના અનેક નગરો પર ચઢાઈ કરી તેમનાં ગામડાં કબજે કરી લીધાં અને તેઓના પ્રદેશનું નામ બદલીને હાવ્વોથ-યાઈર નામ આપ્યું.
42 વળી નોબાહ નામનો વ્યક્તિ લશ્કર લઈને કનાથ અને તેની આસપાસના ગામડાં પર ચઢી આવ્યો અને તે કબજે કરી લીધાં અને તેનું નામ પોતાના નામ ઉપરથી ‘નોબાહ’ રાખ્યું.